ODIS

ઝિમ્બાબ્વે શ્રેણીથી વોશિંગ્ટન સુંદર આઉટ, આ ખેલાડીને ટીમમાં જગ્યા મળી

ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને ઝિમ્બાબ્વે સામે આ સપ્તાહે શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પહેલીવાર છે જ્યારે 27 વર્ષીય શાહબાઝને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેને આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સારું પ્રદર્શન કરવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બંગાળના ડાબા હાથના સ્પિનરે આઈપીએલમાં 16 મેચમાં 219 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી.

ભારતીય ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓલ-ઇન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં વોશિંગ્ટન સુંદરના સ્થાને શાહબાઝ અહેમદને સ્થાન આપ્યું છે.” ઈંગ્લેન્ડમાં કાઉન્ટી મેચ રમતી વખતે વોશિંગ્ટનને ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે રમાશે.

Exit mobile version