ODIS

વસીમ જાફરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં અક્ષર-ચહલને જગ્યા ન આપી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૂરી થઈ ગઈ છે અને હવે વનડે શ્રેણીનો વારો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે.

શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પોતાના સાળાના લગ્નમાં હાજરી આપવાના કારણે પ્રથમ મેચ રમી શકશે નહીં અને આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળશે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોવી જોઈએ, ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે જણાવ્યું છે.

વસીમ જાફરે ટ્વિટર પર ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ODI માટે ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન શેર કરી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં જાફરે ઈનિંગની શરૂઆત કરવા માટે શુભમન ગિલ સાથે ઈશાન કિશનની પસંદગી કરી છે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર જ્યારે સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરવા માટે છે. જાફરે કેએલ રાહુલને પાંચમા નંબરે પસંદ કર્યો છે, ત્યારબાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.

નિષ્ણાત સ્પિનર ​​તરીકે, જાફરે કુલદીપ યાદવને યુઝવેન્દ્ર ચહલ પર પસંદ કર્યો છે, જ્યારે ઝડપી બોલર તરીકે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ આ પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલને જાફરની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.

Exit mobile version