ODIS

Jio Cinemaને ટક્કર આપવા Hotstarની નવી પહેલ, ‘ફ્રી’માં જુવો ક્રિકેટ મેચ

pic- india tv hindi

એશિયા કપ શરૂ થવામાં ઓછા સમય બાકી છે. ટૂર્નામેન્ટનું સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે. ખાસ વાત એ છે કે ક્રિકેટ ચાહકો ફ્રીમાં તમામ મેચ જોઈ શકશે.

એટલે કે, મેચનો આનંદ માણવા માટે તમારે પૈસા ખર્ચીને સબ્સ્ક્રિપ્શન ખરીદવાની જરૂર નથી. ડિઝની પ્લસ હોસ્ટસ્ટારે આ માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. જેની ટેગલાઈન ‘ફ્રી ઓન મોબાઈલ’ આપવામાં આવી છે.

એશિયા કપ પહેલા ડિઝની પ્લસ હોટસ્ટારે સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેના કારણે ક્રિકેટ ચાહકોને આ માહિતી આપવામાં આવી છે કે તેઓ કેવી રીતે એશિયા કપ અને ICC ઈવેન્ટ્સ ફ્રીમાં માણી શકે છે. અભિયાન માટે હેશટેગ #FreeMeinDekhteJao રાખવામાં આવ્યું છે.

Exit mobile version