પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વર્લ્ડ કપ 2023 મેચ રમાઈ રહી છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી.
સારાએ મેચ દરમિયાન પોતાના રિએક્શનથી શો ચોરી લીધો હતો. તેની પ્રતિક્રિયાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સારાએ ભારતના સ્ટાર ઓપનર સુભમન ગિલની બાઉન્ડ્રી પર જોરથી તાળીઓ પાડી હતી. બાંગ્લાદેશે ભારતને 257 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
હસન મહમૂદે ફેંકેલી સાતમી ઓવરના બીજા બોલ પર ગીલે ચોગ્ગો ફટકાર્યો ત્યારે સારા આનંદથી ઉછળી. 10મી ઓવરમાં નસુમ અહેમદ સામે ગિલે બે સિક્સર ફટકારી ત્યારે સારાએ પણ તાળીઓ પાડી હતી. આ સિવાય સારા ભારતીય ટીમની ફિલ્ડિંગ દરમિયાન પણ ચર્ચામાં રહી હતી.
Sara Tendulkar cheering Shubman Gill's boundary. #Sara #SaraTendulkar #ShubmanGill#indiavsbangladesh #INDvsBANpic.twitter.com/8Qb6uesDBP
— Shekhar ❤🇮🇳 (@Shekhar_O7) October 19, 2023