ODIS

જુઓ વીડિયો: ગણપતિ બાપ્પા મોર્યા… ઓસ્ટ્રેલિયન ચાહકોનો જોરદાર ડાન્સ

pic- india.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને આખરે પહેલી જીત મળી છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે શ્રીલંકા સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકાની હાર બાદ ઓસ્ટ્રેલિયા માટે આ મોટી રાહતની વાત છે.

ICC વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ 16 ઓક્ટોબરે લખનૌના ભારત રત્ન શ્રી અટલ વિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ દરમિયાન વરસાદે પણ અડચણ ઉભી કરી હતી, પરંતુ અંતે આખી મેચ પૂર્ણ થઈ હતી. શ્રીલંકા માટે પથુમ નિસાંકા અને કુસલ પરેરાએ મળીને પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી, પરંતુ આ પછી શ્રીલંકાની ઇનિંગ્સ પત્તાની જેમ પડી ગઈ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફેન્સે ખૂબ જ મસ્તી કરી હતી. ઓસ્ટ્રેલિયાના ચાહકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ડાન્સ કરતા અને ગણપતિ બાપ્પા મોરયાના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.

Exit mobile version