ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. પાકિસ્તાનની ટીમ પોતાની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમશે. આ સ્પર્ધા માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે.
હૈદરાબાદ એરપોર્ટ પર હજારો ચાહકોએ પાકિસ્તાની ટીમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ખેલાડીઓ પણ ચાહકોનો પ્રેમ જોઈને ઘણા ખુશ દેખાતા હતા. પાકિસ્તાનની ટીમ જ્યારે એરપોર્ટ પર પહોંચી ત્યારે ચારેબાજુ લોકો જ દેખાતા હતા. ચાહકોએ પણ પાકિસ્તાની ટીમને પૂરી શક્તિથી આશીર્વાદ આપ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી ભારતમાં સ્વાગતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પાકિસ્તાનની ટીમ હૈદરાબાદ પહોંચી ત્યારે ચાહકોએ તેને ચેમ્પિયન બનવાની શુભેચ્છા પાઠવી હતી. ઘણા લોકોના હાથમાં પ્લેકાર્ડ હતા જેના પર વેલકમ ચેમ્પિયન્સ લખેલું હતું.
પાકિસ્તાનની ટીમ 6 ઓક્ટોબરે વર્લ્ડ કપની શરૂઆત કરશે અને પ્રથમ મેચ નેધરલેન્ડ સાથે રમશે. આ પછી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. કરોડો ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK
— Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023