ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ 27 જુલાઈએ રમાશે.
વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. રોહિત સેનાની નજર વનડે શ્રેણીમાં સારા પ્રદર્શન પર રહેશે. વનડે વર્લ્ડ કપની દ્રષ્ટિએ આ સીરીઝ ઘણી મહત્વની છે. હવે વેસ્ટ ઈન્ડિઝે વનડે શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની ત્રણ વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝે વ્હાઈટ બોલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા માટે ખેલાડીઓ માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાંથી 15 ખેલાડીઓની ODI શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. પસંદગીકારોએ શ્રેષ્ઠ બેટ્સમેન શિમરોન હેટમાયર અને ઝડપી બોલર ઓશેન થોમસને પરત બોલાવ્યા છે. તે જ સમયે, ત્રણ ખેલાડી એવા છે જેઓ ઈજામાંથી સાજા થઈને ટીમમાં વાપસી કરી રહ્યા છે. જેમાં ઝડપી બોલર જેડન સીલ્સ, લેગ-સ્પિનર યાનિક કારિયા અને સ્પિનર ગુડાકેશ મોતીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ છે.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના ચીફ સિલેક્ટર ડૉ. ડેસમંડ હેન્સે કહ્યું કે તેઓ ખુશ છે અને ઓશેન થોમસ અને શિમરોન હેટમાયરની વાપસીને આવકારે છે. બંને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે અને આ વખતે બંને ખેલાડીઓ ટીમના સેટ-અપમાં ફિટ થઈ જશે. શિમરોન ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે, તેના આવવાથી મિડલ ઓર્ડર મજબૂત થશે.
ODI શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:
શાઈ હોપ (સી), રોવમેન પોવેલ (વીસી), એલિક અથાનાજ, યાનિક કેરિયા, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિંકલેર, ઓશાન થોમસ.
West Indies name squad for CG United ODI Series powered by YES BANK
Full details here⬇️https://t.co/dlls8r9uZl pic.twitter.com/zGoHmgKACy
— Windies Cricket (@windiescricket) July 24, 2023