ODIS

વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન અને નીલરલેન્ડના પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી

વેસ્ટ ઈન્ડિઝે આગામી નેધરલેન્ડ અને પાકિસ્તાન પ્રવાસ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ બંને દેશો સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે.

બંને શ્રેણી ICC વન-ડે સુપર લીગનો ભાગ હશે. આ પ્રથમ વખત હશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને નેધરલેન્ડ એકબીજા સામે દ્વિપક્ષીય શ્રેણી રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને નેધરલેન્ડ વચ્ચે 31 મે, 2 જૂન અને 4 જૂનના રોજ ત્રણ વનડે રમાશે.

આ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે. અહીં પિંડી સ્ટેડિયમમાં 8 જૂનથી 12 જૂન સુધી ત્રણ વનડે મેચ રમાશે. મોટી વાત એ છે કે જેસન હોલ્ડરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. ઓલરાઉન્ડરના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિમરોન હેટમાયર પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. જણાવી દઈએ કે કિરોન પોલાર્ડે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને નિકોલસ પૂરનને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફુલ ટાઈમ કેપ્ટન તરીકે પૂરનનો આ પહેલો પ્રવાસ હશે.

ફાસ્ટ બોલર જેડન સીલ્સ અને શર્મન લુઈસ અને કેસી કાર્ટીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડેસમંડ હેન્સે ધ્યાન દોર્યું કે કાર્ટીની સંભવિતતાને જોતાં, તેને તક આપવામાં આવી છે કારણ કે તે મોટા મંચ પર ચમકવાની તકને પાત્ર છે. વેસ્ટ ઈન્ડિઝે આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં તેની છેલ્લી વનડે શ્રેણી રમી હતી, જ્યાં તેને 0-3થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝની વનડે ટીમ – નિકોલસ પૂરન (કેપ્ટન), શાઈ હોપ (વાઈસ-કેપ્ટન), એનક્રુમા બોનર, શમરાહ બ્રૂક્સ, કેસી કાર્ટી, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, શરમન લુઈસ, કાયલ મેયર્સ, એન્ડરસન ફિલિપ, રોવમેન પોવેલ, જે. સીલ્સ, રોમારિયો શેફર્ડ અને હેડન વોલ્શ જુનિયર.

Exit mobile version