ODIS

વૈભવ સુર્યવંશી ચમકી રહ્યો છે છતાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કેમ મુશ્કેલ?

Pic- BBC

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે Indian Premier Leagueમાં દર વર્ષે નવા યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા સાબિત કરે છે. આવી જ એક યુવા પ્રતિભા છે વૈભવ સૂર્યવંશી, જે રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓએ પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે અને ફેન્સને આશા છે કે IPL 2026માં તેઓ નવા રેકોર્ડ બનાવી શકે છે. પરંતુ આટલી પ્રતિભા હોવા છતાં તેમનું તાત્કાલિક ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ માનવામાં આવે છે.

ન્યૂઝ એજન્સી PTIની એક રિપોર્ટ અનુસાર, IPL 2026 દરમિયાન ભારતીય સિલેક્શન કમિટી તમામ મેચો પર નજર રાખશે. સિલેક્ટર્સનું મુખ્ય લક્ષ્ય આવતા ODI વર્લ્ડ કપ માટે સંભાવિત ખેલાડીઓની યાદી તૈયાર કરવાનો છે. હાલમાં સિલેક્ટર્સ પહેલાથી જ લગભગ 20 ખેલાડીઓ પસંદ કરી ચૂક્યા છે અને હવે તેઓ IPLમાં તેમના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

રિપોર્ટ મુજબ, IPL 2026માં કોઈ ખેલાડી ખૂબ જ સારો દેખાવ કરે તો પણ તેને તરત જ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં નહીં આવે. 2027ના વર્લ્ડ કપમાં તે જ ખેલાડીઓને તક મળશે, જે લાંબા સમયથી આ ફોર્મેટમાં રમતા આવ્યા છે. એટલે કે, વૈભવ સુર્યવંશી મોટા રન બનાવે અથવા કોઈ બોલર પર્પલ કેપ જીતે, તો પણ નવા ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી તાત્કાલિક શક્ય નથી.

તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ ICC Men’s T20 World Cup 2026 જીત્યું છે અને હવે આગામી મોટો T20 ટૂર્નામેન્ટ 2028માં યોજાવાનો છે. એટલે હાલ ટીમમાં અનુભવી ખેલાડીઓ જ ચાલુ રહેવાની શક્યતા છે. પરંતુ આશા છે કે વૈભવ સુર્યવંશીને આ વર્ષે એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં તક મળી શકે છે. જો તે સતત સારો દેખાવ કરશે, તો ભવિષ્યમાં ટીમ ઈન્ડિયામાં તેમની એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવે છે.

Exit mobile version