ODIS

ન્યૂઝીલેન્ડે સામે હાર સાથે શ્રીલંકા હવે ભારત નહીં આવે વર્લ્ડ કપ 2023 રમવા

Pic- Sportskeeda

ન્યૂઝીલેન્ડે છેલ્લી વન-ડે ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને શ્રેણી 2-0થી કબજે કરી લીધી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચ 198 રને જીતી હતી. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમે ટેસ્ટ મેચ પણ 2-0થી જીતી લીધી હતી. બંને ટીમો વચ્ચે 2 એપ્રિલથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થશે. ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડી હેરી શિપલીને પ્લેયર ઓફ ધ સીરીઝ અને વિલ યંગને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લી મેચમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 157 રનમાં સમેટાઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડની ટીમે 32.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવીને જીત મેળવી હતી. આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થવા માટે શ્રીલંકાને વર્તમાન શ્રેણીની ત્રણેય મેચો જીતવી જરૂરી હતી. ન્યૂઝીલેન્ડ પહેલા જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. ન્યૂઝીલેન્ડે અગાઉ બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી હતી.

હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ODIમાં હારને પગલે શ્રીલંકા MRF ટાયર્સ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ ટેબલમાં આઠમા સ્થાને રહેવામાં નિષ્ફળ રહી છે. હાર સાથે શ્રીલંકા વેસ્ટ ઈન્ડિઝ (88 પોઈન્ટ)ને પાછળ છોડવામાં નિષ્ફળ રહી છે.

શ્રીલંકાએ તેનું CWCSL અભિયાન 81 પોઈન્ટ પર સમાપ્ત કર્યું. શ્રીલંકા હવે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભાગ લેવા માટે જૂનમાં ઝિમ્બાબ્વે જશે. ન્યૂઝીલેન્ડ CWCSL સ્ટેન્ડિંગમાં ટોચ પર છે, તેના અભિયાનમાં 175 પોઈન્ટ એકઠા કર્યા છે.

Exit mobile version