25 જૂન એટલે કે આજે ભારતની યાદગાર વિજયની 37મી વર્ષગાંઠ છે…
ભારતે 25 જૂન 1983 ના રોજ પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. 25 જૂન એટલે કે આજે ભારતની યાદગાર વિજયની 37મી વર્ષગાંઠ છે. તો આ પૂર્વ યાદગાર વિજયની 37મી વર્ષગાંઠ પર ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન કે શ્રીકાંતે ફરી એકવાર તે તેજસ્વી મેચને યાદ કરી છે.
ઐતિહાસિક જીતને યાદ કરતાં શ્રીકાંતે કહ્યું હતું કે, મને યાદ છે કે ફાઈનલની પૂર્વસંધ્યાએ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, સંયુક્ત સચિવ અને દરેક લોકો ત્યાં હતા અને ટૂંકી બેઠક થઈ હતી. તેઓએ કહ્યું હતું કે આવતીકાલની ફાઈનલની ચિંતા ન કરો, તમે બધા અત્યાર સુધી આવી ગયા છે જે પોતાનામાં એક ગર્વની વાત છે અને તમે આવતીકાલે આ મેચ જીતશો કે નહીં, તેઓએ અમારા બધાને 25,000 રૂપિયાના બોનસની ઘોષણા કરી. અમે તે સાંભળીને ખૂબ જ ખુશ થયા.”
તેણે કહ્યું, પ્રામાણિકપણે, અમને દબાણ ન લાગ્યું. એન અમારી પાસે બધુ મેળવવાનું છે અને ગુમાવવાનું કંઈ નથી કારણ કે વેસ્ટ ઇન્ડીઝ મજબૂત દાવેદાર હતા. તે 1975 અને 1979 ની ચેમ્પિયન હતી. તેણે વિશ્વ ક્રિકેટમાં વર્ચસ્વ જમાવ્યું, તેથી અમે વિચાર્યું કે ફાઇનલમાં પહોંચવું આપણા માટે મોટી બાબત છે.”
શ્રીકાંતે પોતાના 183 રનના સ્કોરનો બચાવ કરવા મેદાનમાં ઉતરતા પહેલા ડ્રેસિંગ રૂમના વાતાવરણ વિશે પણ વાત કરી હતી. પૂર્વ બેટ્સમેને કહ્યું, “વેસ્ટ ઇન્ડીઝની બેટિંગ લાઇન-અપ અને તેમના 183 રનના સ્કોરને જોતા અમને કોઈ આશા નહતી. પણ કપિલદેવે એક વાત કહી હતી અને તેણે એમ કહ્યું ન હતું કે આપણે જીતી શકીએ છીએ પરંતુ તેણે કહ્યું, “જુઓ, અમે 183 રનમાં આઉટ થઈ ગયા છે અને આપણે એક પડકાર રજૂ કરવો જોઈએ, મેચ સરળતાથી ન ગુમાવીએ.”
વિજયને ભારતીય ક્રિકેટ માટે ‘વળાંક’ ગણાવતાં તેમણે કહ્યું કે, “તે ભારતીય ક્રિકેટ અને ભારતીયો માટે ‘ટર્નીંગ પોઇન્ટ’ હતો. એક સમયે જ્યારે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝિલેન્ડ અને અન્ય લોકોનું વર્ચસ્વ હતું, આખું એક રીતે, ત્યારે ‘અંડરડોગ’ કહેવતા ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની.”