ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ શ્રીલંકાની ટીમમાં મેથીશા પથિરાનાના સ્થાને એન્જેલો મેથ્યુઝને મંજૂરી આપી છે.
પથિરાનાને પ્રેક્ટિસ મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી, જેમાંથી તે સાજો થઈ શક્યો ન હતો અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, ત્યારબાદ શ્રીલંકા માટે 221 ODI રમનાર મેથ્યુઝને પથિરાનાના સ્થાને સ્થાન આપવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે પ્લેયરના રિપ્લેસમેન્ટ માટે રિપ્લેસમેન્ટ પ્લેયરને સત્તાવાર રીતે ટીમમાં સામેલ કરવામાં આવે તે પહેલા ઈવેન્ટ ટેકનિકલ કમિટીની મંજૂરી લેવી જરૂરી છે.
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઇવેન્ટ ટેકનિકલ કમિટીમાં વસીમ ખાન (ICC જનરલ મેનેજર – ક્રિકેટ અને ETC ચેરમેન), ક્રિસ ટેટલી (ICC હેડ ઓફ ઈવેન્ટ), હેમાંગ અમીન (કાર્યકારી સીઈઓ – BCCI), ગૌરવ સક્સેના (જનરલ મેનેજર – ઓપરેશન્સ), BCCI) રસેલ આર્નોલ્ડ અને સિમોન ડોલ (સ્વતંત્ર પ્રતિનિધિ).
Angelo Mathews has replaced Matheesha Pathirana in Sri Lanka's World Cup squad. pic.twitter.com/lSpSWbFf5C
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 24, 2023