ICC એ બુધવારે (23 ઓગસ્ટ) ક્રિકેટ વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોના શેડ્યૂલની જાહેરાત કરી છે. ICC દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ ભારત આગામી વર્લ્ડ કપ પહેલા બે વોર્મ-અપ મેચ રમશે.
ભારતની પ્રથમ વોર્મ-અપ મેચ ઇંગ્લેન્ડ સામે છે, જે 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં રમાશે. ભારત 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે તેની બીજી વોર્મ-અપ મેચ રમશે, આ મેચ તિરુવનંતપુરમમાં રમાશે.
આઈસીસીએ ટ્વીટ કરીને લખ્યું, “આ વિશે કોઈને કહો નહીં પરંતુ અમે તમને ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ વિશ્વ સમક્ષ લાવતા પહેલા જણાવી રહ્યા છીએ.” તમામ રમતો ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે અને ટીમોને મેચ દરમિયાન તેમની 15-ખેલાડીઓની ટીમના તમામ સભ્યોને મેદાનમાં ઉતારવાની મંજૂરી આપવામાં આવશે.
ત્રણ સ્થળો ગુવાહાટી, તિરુવનંતપુરમ અને હૈદરાબાદ 5 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેના ODI વર્લ્ડ કપની શરૂઆત પહેલા તમામ 10 ટીમોની સત્તાવાર પ્રેક્ટિસ મેચોનું આયોજન કરશે. આઇસીસીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “તમામ 10 ટીમો 5 ઓક્ટોબરે વર્લ્ડ કપ શરૂ થવાના પહેલા અઠવાડિયામાં ભારતના ત્રણ અલગ-અલગ શહેરોમાં 50-ઓવરની બે સત્તાવાર મેચ રમશે.”
“આ મેચો ગુવાહાટી, હૈદરાબાદ અને તિરુવનંતપુરમમાં શુક્રવાર, 29 સપ્ટેમ્બરથી મંગળવાર, 3 ઓક્ટોબર સુધી રમાશે અને ટીમોને વર્લ્ડ કપ દરમિયાન પરિસ્થિતિઓને અનુરૂપ બનવાની સંપૂર્ણ તક પૂરી પાડશે.”
🔟 mouth-watering clashes 🤩
The schedule for the #CWC23 warm-up fixtures has been released!
More 👉 https://t.co/KdlrmlIelR pic.twitter.com/BVKcH8erWx
— ICC (@ICC) August 23, 2023

