શ્રીલંકાની ટીમને ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક રીતે ટીમને બેવડો ફટકો પડ્યો, કારણ કે ટીમ ન માત્ર મેચ હારી પરંતુ સાથે જ ICCએ ટીમને દંડ પણ ફટકાર્યો છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
શનિવાર, 7 ઓક્ટોબર, 2023 ના રોજ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ધીમી ઓવર રેટ જાળવવા બદલ શ્રીલંકાના ખેલાડીઓને તેમની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ICC એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે શ્રીલંકાની ટીમને 50 ઓવરમાંથી 2 ઓવર મોડી બોલિંગ કરવા બદલ સજા કરી છે.
ICC આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ, જો કોઈ ટીમ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓવર મોડી ફેંકે છે, તો ટીમના ખેલાડીઓને મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવે છે. શ્રીલંકાએ બે ઓવર મોડી કરી હતી. આ કારણે ટીમના કેપ્ટન અને અન્ય ખેલાડીઓ પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
કેપ્ટન દાસુન શનાકાએ ગુનો કબૂલી લીધો છે અને સજા પણ સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં આ અંગે કોઈ સુનાવણી થશે નહીં. મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થ અને શાહિદ સૈકત, ત્રીજા અમ્પાયર માઈકલ ગોગ અને ચોથા અમ્પાયર એલેક્સ વ્હાર્ફે શ્રીલંકાની ટીમ પર આ આરોપો લગાવ્યા હતા. મેચ રેફરીએ આ વાત સાચી માની અને ટીમ પર 10 ટકા દંડ લગાવ્યો.
Team #SriLanka fined for Slow Over-Rate in Match 4 of ICC Men’s Cricket World Cup against #SouthAfrica#CricketWorldCup pic.twitter.com/j117bK7t9b
— Stad Doha (@StadDoha_en) October 8, 2023
