ODI વર્લ્ડ કપની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી. જ્યારે તેના પછી સ્પિનર બોલર કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ ટીમને સફળતા અપાવી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટીમનો અનુભવી ખેલાડી વિરાટ કોહલી ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યો છે અને ભારતીય ચાહકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિરાટ કોહલી એકસાથે યોગા, મસ્તી અને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે પહેલા વિરાટ કોહલી ક્રિઝ પર જાય છે અને બેટિંગની પ્રેક્ટિસ કરે છે, ત્યારપછી તે ડાન્સના મૂડમાં જોવા મળે છે અને ત્યારબાદ તે પોતાની બોડી ખોલવા માટે યોગ કરતો જોવા મળે છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મેચોમાં ઘણા શાનદાર કેચ લીધા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ઓવરમાં વિરાટ કોહલીએ ઓપનિંગ બેટ્સમેન મિચેલ માર્શનો પ્રથમ સ્લિપમાં શાનદાર કેચ લીધો હતો.આ કેચ જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ હતી.
Kohli pic.twitter.com/WdxbxXNZvw
— Pappu Plumber (@tappumessi) October 8, 2023
