એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત 21 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા ટીમની જાહેરાત કરવા માટે એકસાથે આવ્યા હતા. કુલદીપ યાદવને 17 સભ્યોની ટીમમાં રિસ્ટ સ્પિનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
જ્યારે યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ટીમની પસંદગી બાદ ચહલે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વિટર પર ઈમોજીસ ટ્વિટ કર્યા છે.
યુઝવેન્દ્ર ચહલે ટ્વીટ કરીને વાદળોની પાછળ છુપાયેલો સૂરજ અને ઉગતા સૂરજને ટ્વીટ કર્યું છે. જે બાદ ચાહકોએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ટૂંક સમયમાં જ ચહલ માટે ફરીથી સૂરજ ઉગશે. ટીમ સિલેક્શનના દિવસે ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ચહલની પસંદગી અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે “ચહલ નિઃશંકપણે એક શાનદાર પર્ફોર્મર છે, પરંતુ અમારે ટીમના એકંદર સંતુલનને ધ્યાનમાં રાખવું પડ્યું હતું. ટીમમાં બે રિસ્ટ સ્પિનરો રાખવાથી એક અલગ પડકાર ઊભો થયો હોત.”
તે જ સમયે, રોહિતે કહ્યું કે “ચહલ, સુંદર અને રવિ અશ્વિન વર્લ્ડ કપ પ્લાનનો ભાગ છે, ટીમમાં તેમના સમાવેશ પર દરવાજા બંધ નથી. અક્ષર અમને બેટિંગના વિકલ્પો પણ આપે છે અને આ વર્ષે તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. તેથી જ અમારે આ નિર્ણય લેવો પડ્યો.”
યુઝવેન્દ્ર ચહલે દ્વારા આ વર્ષે રમાયેલી વન-ડે મેચોની વાત કરીએ તો તે ગયા વર્ષની સરખામણીમાં અડધી પણ મેચ રમ્યો નથી. ચહલ આ વર્ષે અત્યાર સુધી માત્ર બે જ વનડે રમ્યો છે. જ્યારે વર્ષ 2022માં તેણે કુલ 14 વનડે રમી હતી, જેમાં તેણે 21 વિકેટ ઝડપી હતી.
⛅️——> 🌞
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023