આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટની એક મેચમાં યજમાન ઝિમ્બાબ્વેનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સાથે થયો હતો.
આ મેચમાં ઝિમ્બાબ્વેએ વેસ્ટ ઈન્ડિઝને 35 રનથી હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેની ટીમ આ મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઝિમ્બાબ્વે સુપર 6 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયું છે. ફરી એકવાર ઝિમ્બાબ્વેની જીતમાં સિકંદર રઝાનો મહત્વનો ભાગ હતો.
ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 49.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 268 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે 269 રનનો ટાર્ગેટ બહુ મોટો નહોતો. પરંતુ બીજા દાવમાં ઝિમ્બાબ્વેના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઈન્ડિઝની ટીમને ટાર્ગેટ હાંસલ કરવા દીધો નહીં. આ મેચમાં 269 રનનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 44.4 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઝિમ્બાબ્વેએ મોટા અપસેટમાં મેચ જીતી લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી આ મેચમાં ફરી એકવાર ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝા હીરો રહ્યો હતો. આ મેચમાં સિકંદરે પણ પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 58 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે મેચની બીજી ઇનિંગમાં બોલ વડે અજાયબી કરી બતાવ્યું, 2 વિકેટ લીધી, સાથે જ આ મેચમાં 2 શાનદાર કેચ પણ લીધા. તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે.
બે વખતની વર્લ્ડ કપ વિજેતા ટીમની હાલત આજે ખૂબ જ ખરાબ છે. ભલે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આગલા રાઉન્ડ (સુપર 6) માટે ક્વોલિફાય થઈ ગઈ હોય. પરંતુ ત્યાં તેઓ શ્રીલંકા જેવી મજબૂત ટીમનો સામનો કરશે. જો શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમ આવું જ પ્રદર્શન કરતી રહેશે તો બંને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ જશે.
Chatara claims last wicket as 🇿🇼 cruise to a third win on the trot as they beat West Indies 🏝️ by 3⃣5⃣ runs in the @ICC Men’s Cricket World Cup Qualifier 2023 💪
📝: https://t.co/PgXmRrfRgB#ZIMvWI | #CWC23 pic.twitter.com/HJmaWAo7oM
— Zimbabwe Cricket (@ZimCricketv) June 24, 2023