ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઝિમ્બાબ્વેની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા જાહેર કરાયેલી ટીમનું સુકાની રેજીસ ચકાબ્વા સંભાળશે. ક્રેગ ઈર્વિનની ગેરહાજરીમાં તેને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે.
અગાઉ, ગુરુવારે, ભારતીય ટીમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો, આ ઝિમ્બાબ્વે પ્રવાસ પર અગાઉ શિખર ધવનને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે વાઇસ કેપ્ટન હશે અને કેએલ રાહુલ ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણેય વનડે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. બાકીની બે મેચ 20 અને 22 ઓગસ્ટે યોજાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.
ઝિમ્બાબ્વે ક્રિકેટ રીલીઝ અનુસાર, “ચાકાબ્વા નિયમિત કેપ્ટન ક્રેગ ઇર્વિનની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે. ઈર્વિન ઈજાને કારણે આ શ્રેણીમાં રમી શકશે નહીં.” ઝિમ્બાબ્વે પણ બ્લેસિંગ મુજરબાની, તેન્ડાઈ ચત્રા અને વેલિંગ્ટન મસાકાદઝા વિના રમશે. ત્રણેય ખેલાડીઓ ઈજામાંથી પણ સાજા થઈ રહ્યા છે.
Zimbabwe name squad for ODI series against India
Details 👇https://t.co/cDteJIV5AZ pic.twitter.com/5tm3ecV9e2
— Zimbabwe Cricket (@ZimCricketv) August 11, 2022
ભારત સામેની શ્રેણી માટે ઝિમ્બાબ્વેની ODI ટીમ:
રેગિસ ચકાબ્વા (કેપ્ટન), રાયન બર્લે, તનાકા ચિવાંગા, બ્રેડલી ઇવાન્સ, લ્યુક જોંગવે, ઇનોસન્ટ કાયા, ટાકુડ્ઝવાનાશે કેટેનો, ક્લાઇવ મડાન્ડે, વેસ્લી માધવેરે, તાદીવાનાશે મારુમાની, જોહ્ન મસારા, ટોની મુન્યોંગા, રિચાર્ડ એનગાર્વા, વિક્ટોર ન્ગાર્વા, વિક્ટોન, વિક્ટોન, તાદીવાનશે , ક્લાઇવ મડાન્ડે , ડોનાલ્ડ તિરિપાનો.