OFF-FIELD

સચિન તેંડુલકરની નવી ઈનિંગ, ચૂંટણી પંચના ‘નેશનલ આઈકોન’ બનશે

Pic- Daily Excelsior

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ફરી એકવાર મેદાન પર દેખાશે. જોકે, આ વખતે સચિન ક્રિકેટ માટે નહીં પરંતુ દેશભરના મતદારોને જાગૃત કરવાનું કામ કરશે.

જેના માટે ભારતના ચૂંટણી પંચ (ECI) એ ‘મતદાર જાગૃતિ અને શિક્ષણ’ માટે તેંડુલકરને તેના ‘નેશનલ આઈકન’ તરીકે પસંદ કર્યા છે.

સુપ્રસિદ્ધ ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર ચૂંટણી પંચની મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે “રાષ્ટ્રીય આઇકન” તરીકે નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે, ચૂંટણી પંચે મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું. નિવેદન અનુસાર, આજે એટલે કે 23 ઓગસ્ટે રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલની હાજરીમાં 3 વર્ષના સમયગાળા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.

ચૂંટણીમાં યુવાનોની ભાગીદારી વધારવા અને સામાન્ય લોકોને ચૂંટણી વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે, ચૂંટણી પંચ પ્રખ્યાત લોકોને તેના આઇકોન તરીકે પસંદ કરે છે. જે બાદ તે જ લોકો સામાન્ય લોકોને વીડિયો મેસેજ દ્વારા વોટ કરવા માટે જાગૃત કરે છે.

Exit mobile version