ટીમ ઈન્ડિયાઃ ઓસ્ટ્રેલિયા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ હવે આરામ કરી રહ્યા છે અને જુલાઈ મહિનામાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ 2 ટેસ્ટ, 3 ODI અને 5 મેચની T20 સિરીઝ રમશે.
તે જ સમયે, ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણેય શ્રેણી માટે ત્રણ અલગ-અલગ કેપ્ટન સાથે મોકલવામાં આવી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે, જેની પ્રથમ મેચ 12 જુલાઈથી શરૂ થશે. સાથે જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને પણ તક મળી શકે છે.
ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટના કેપ્ટન રોહિત શર્મા હાલમાં રજા પર છે. જ્યારે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં સફેદ બોલની ક્રિકેટ શ્રેણીમાં આરામ કરી શકે છે. તે જ સમયે, રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. જ્યારે વનડે અને ટી20 શ્રેણીમાં આરામ કરી શકે છે. કારણ કે, ટીમ ઈન્ડિયા આ વર્ષે એશિયા કપ 2023 અને વર્લ્ડ કપ 2023 પણ રમવાની છે, જેના કારણે રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર આરામ આપવામાં આવી શકે છે.
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વનડે શ્રેણી રમવાની છે. જેના માટે BCCI આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની નવી ટીમ મોકલી શકે છે. તે જ સમયે, હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાં રોહિત શર્માના સ્થાને ભારતીય ટીમની કમાન સંભાળી શકે છે. કારણ કે વર્લ્ડ કપ 2023 અને એશિયા કપ 2023ને ધ્યાનમાં રાખીને ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને ટી20 સીરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે.
ઓગસ્ટ મહિનામાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની T20 સિરીઝ રમશે. જેના માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં નવા ખેલાડીઓને તક મળશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જો હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે આરામ આપવામાં આવે છે તો ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી શકે છે. કારણ કે, સૂર્યા T20માં સતત રમી રહ્યો છે અને સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં માત્ર સૂર્યકુમાર યાદવને જ BCCI ટીમના કેપ્ટન તરીકે પસંદ કરી શકાય છે.
