OFF-FIELD

પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ કર્યો ‘લુંગી ડાન્સ’

pic- republic bharat

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે હાલમાં જ ચાલી રહેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની જબરદસ્ત મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. જે બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બસમાં ચેન્નઈ એક્સપ્રેસના ગીત ‘લુંગી ડાન્સ’ પર જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર અફઘાન ખેલાડીઓના આ ડાન્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પાકિસ્તાનને કારમી હાર આપ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પહેલા ક્રિકેટના મેદાનમાં અને પછી બસમાં પોતાની જીતની ઉજવણી કરી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તમામ ખેલાડીઓ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ગીત ‘લુંગી ડાન્સ’ પર જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. આટલું જ નહીં, તમામ ખેલાડીઓ ગીતના બોલ પણ ગાતા હોય છે અને ગીતના હૂક સ્ટેપ્સને ફોલો કરતા પણ જોવા મળે છે. અફઘાન ખેલાડીઓના આ ડાન્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં પૂર્વ ભારતીય ક્રિકેટર, કોમેન્ટેટર અને એક્ટર ઈરફાન પઠાણે પણ અફઘાનિસ્તાનની જીત બાદ ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શૈદીએ કહ્યું, ‘આ જીત ઘણી સારી હતી, અમે જે રીતે લક્ષ્યનો પીછો કર્યો અને મેચ જીતી તે શાનદાર હતી. હું આગામી મેચોની રાહ જોઈ રહ્યો છું, અમે ભવિષ્યમાં પણ આવી રીતે રમીશું. અફઘાનિસ્તાનની આગામી મેચ પૂણેમાં 30 ઓક્ટોબરે શ્રીલંકા સામે થશે.”

Exit mobile version