OFF-FIELD

IPL 2024માં કેપ્ટન તરીકે નિષ્ફળતા બાદ હવે પત્નીએ પણ છોડ્યો સાથ?

Pic- India TV News

એવું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યાના સ્ટાર્સ અત્યારે ઘટી રહ્યા છે. પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફમાં પણ કંઈ સારું નથી ચાલી રહ્યું. IPL 2024માં કેપ્ટન તરીકે નિષ્ફળ ગયેલા હાર્દિક પંડ્યા વિશે એવા અહેવાલો છે કે તે અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક એકબીજા સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.

બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું, આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવવામાં આવી રહ્યો છે કે નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી તેની પંડ્યા સરનેમ હટાવી દીધી છે. અગાઉ નતાશા તેની અટક તરીકે નતાશા સ્ટેનકોવિક પંડ્યાનો ઉપયોગ કરતી હતી. જો કે આ માત્ર અટકળો છે, બંનેએ હજુ સુધી આ સમાચારોને સમર્થન આપ્યું નથી.

બંન્ને વચ્ચે બધુ બરાબર નથી ચાલતું એ વાતની પુષ્ટિ એ હકીકતથી પણ થાય છે કે 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો, પરંતુ હાર્દિકે તે દિવસે પણ નતાશા વિશે કોઈ પોસ્ટ કરી ન હતી. આ સિવાય નતાશાએ હાર્દિક સાથેની તેની તમામ તાજેતરની પોસ્ટ હટાવી દીધી છે. તેણે માત્ર એક જ પોસ્ટ ડિલીટ કરી નથી જેમાં તે અને હાર્દિક તેમના પુત્ર સાથે ઉભા જોવા મળે છે. જોકે કુણાલ પંડ્યા અને પંખુરી હજુ પણ નતાશાની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ હાર્દિક તરફથી કોઈ કોમેન્ટ આવી રહી નથી, તેથી એવું લાગે છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.

આખી IPL દરમિયાન નતાશા સ્ટેન્ડ પર પણ જોવા મળી ન હતી, જ્યારે પહેલા તે પંડ્યા અને તેની ટીમને ચીયર કરવા જતી હતી, પરંતુ આ વખતે પંડ્યાને મુશ્કેલ સમયમાં પણ નતાશાનો સાથ મળ્યો નથી.

Exit mobile version