પૂર્વ ભારતીય બેટ્સમેન અને ચેન્નાઈ સુપર કિંગ્સના ક્રિકેટર અંબાતી રાયડુ ટૂંક સમયમાં જ રાજકીય પીચ પર બેટિંગ કરવા આવી શકે છે.
થોડા દિવસો પહેલા તેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહલ રેડ્ડી જગન મોહન રેડ્ડીને મળ્યો હતો અને એક મીડિયા ચેનલના જણાવ્યા અનુસાર તે આગામી વર્ષની લોકસભાની ચૂંટણી YSRCP માટે લડી શકે છે.
38 વર્ષીય ખેલાડીએ તાજેતરમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. નોંધનીય છે કે રાયડુએ 55 વનડેમાં 47.05ની સરેરાશથી 1694 રન બનાવ્યા છે. જેમાં તેની 3 સદી અને 10 અડધી સદી સામેલ છે. તે T20 ક્રિકેટમાં CSKનો અભિન્ન ભાગ હતો.
રાયડુએ 203 IPL મેચ રમી છે જેમાં 4348 રન બનાવ્યા છે જેમાં એક સદી સામેલ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે થોડા સમય માટે વિકેટ-કીપર તરીકે પણ ભૂમિકા ભજવી હતી. ટુર્નામેન્ટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2018માં આવ્યું હતું જ્યારે તેણે લગભગ 150ના સ્ટ્રાઈક રેટથી 602 રન બનાવ્યા હતા.
Ambati Rayudu likely to join politics. Andhra Pradesh CM YS Jagan Mohan Reddy wants Rayudu to contest in the next polls. (Reported by TOI). pic.twitter.com/vFTXNmGqvy
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2023