ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેની લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી થઈ છે. વાસ્તવમાં IPL 2023માં રહાણેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને BCCIના પસંદગીકારોએ તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તક આપી હતી. ત્યારપછી રહાણેએ ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં સારો દેખાવ કર્યો હતો, ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી (IND vs WI)માં તક મળી અને તેને ફરીથી વાઇસ કેપ્ટનની જવાબદારી મળી.
રહાણે પાસે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ ગેલને પાછળ છોડીને ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની તક છે. ક્રિસ ગેલે ભારત સામેની ટેસ્ટમાં 14 મેચની 25 ઇનિંગ્સમાં 30.75ની એવરેજથી 738 રન બનાવ્યા છે. જ્યારે રહાણેએ 8 મેચની 10 ઇનિંગ્સમાં 90.71ની એવરેજથી 635 રન બનાવ્યા છે. બીજી તરફ જો રહાણે આ સિરીઝમાં 103 રન બનાવશે તો તે ક્રિસ ગેલને પાછળ છોડી દેશે.
