વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝમાં સામેલ થયેલો રાહુલ કોરોના પોઝિટિવ હોવાને કારણે હજુ પણ ભારતમાં છે. બુધવારે તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ રાહુલ સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેના પર રાહુલે કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની એક્ટ્રેસ દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર લોકેશ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાં જ્યારે લોકેશ રાહુલ પોતાની સર્જરી માટે જર્મની ગયો હતો ત્યારે આથિયા શેટ્ટી પણ તેની સાથે હતી. અથિયાએ ઈંગ્લેન્ડમાં અને પછી UAEમાં યોજાયેલી IPLમાં લોકેશ રાહુલને સપોર્ટ કરવા માટે પણ પહોંચી હતી. તે IPL 2022ની મેચોમાં રાહુલ અને તેની ટીમને ચીયર કરતી જોવા મળી હતી.
લોકેશ રાહુલ પણ અથિયાના ભાઈના પ્રમોશનમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ આથિયા શેટ્ટી સાથેની એક ઈવેન્ટમાં પણ જોવા મળ્યો હતો. હવે જે રીતે રાહુલ અને આથિયા એકબીજા વિશે પોસ્ટ કરે છે, તેમના સંબંધો કહ્યા વગર ચાલે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રાહુલ અને આથિયા શેટ્ટી જલ્દી લગ્ન કરી શકે છે. બંને 2023માં લગ્ન કરી શકે છે.
View this post on Instagram
આથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ સાથે બેઠેલી પોતાની એક તસવીર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું- મારી ફેવરિટ. તેના પર રાહુલે ખુલ્લેઆમ કમેન્ટમાં કહ્યું કે તેને આ ફોટો કેટલો ગમ્યો.