બોલિવૂડ ફિલ્મ તડપના પ્રીમિયરમાં અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ દેખાયો હતો. જોકે હાલમાં જ રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આથિયા સાથે પોતાના દિલની વાત વ્યક્ત કરી હતી.
જે બાદ બંને પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે. તડપ ફિલ્મ સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ છે. આમાં તેની સાથે તારા સુતરિયા પણ જોવા મળશે. ફિલ્મ પ્રીમિયરમાં અહાન તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે જોવા મળ્યો હતો. તો ત્યાં જ તેની બહેન અથિયા કેએલ રાહુલ સાથે. કેએલ રાહુલે પણ ફિલ્મ પ્રીમિયરમાં અથિયા સાથે ઘણા પોઝ આપ્યા હતા.
કેએલ રાહુલ સાથે આથિયા શેટ્ટી ઇંગ્લૈંડ શ્રેણી અને વર્લ્ડ કપ ટી-20માં દેખાઈ હતી. જોકે, ઇંગ્લૈંડ જતાં પહેલા રાહુલે બીસીસીઆઈને કહ્યું હતું કે, આથિયા શેટ્ટી તેની ગર્લફ્રેંડ છે તો તેને મારી સાથે ઇંગ્લૈંડ આવી રહી છે.
હાલ, રાહુલે પંજાબ સાથે નાતો તોડી નાખ્યો છે. હવે જોવાનું રહશે કે, આઇપીએલની કઈ ટીમ રાહુલને કેટલા પૈસામાં લે છે. જોકે, સૂત્રોનો કહવું કે લખનઊ ટીમે રાહુલનો સંપર્ક કર્યો છે. જો એવું બને તો રાહુલ લખનઊનો કેપ્ટન બની શકે છે.
A post shared by Suniel Shetty_Fc (@suniel.shetty_fc)

