તેની પત્ની ટૂંક સમયમાં ઓટીટી પ્લેફોર્મ માટે શો પ્રોડ્યુસ કરશે…
એમએસ ધોની 14 મહિનાના લાંબા ગાળા પછી આઈપીએલ 2020 દ્વારા ક્રિકેટમાં પાછો ફર્યો હતો અને હાલમાં તે યુએઈમાં તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાન સંભાળી રહ્યો છે. એમએસ હાલમાં યુએઈમાં ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ તેનો પરિવાર એટલે કે તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા રાંચીમાં છે. આ વખતે આઈપીએલ માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં કોઈ પણ ક્રિકેટરનો પરિવાર સ્ટેડિયમમાં આવીને મેચ જોઈ શકતો નથી, તેમ જ ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નથી.
આઈપીએલ વિશે વાત કરતા, કેટલીક ટીમોએ તેમના ખેલાડીઓને તેમના પરિવાર સાથે યુએઈમાં આવવાની મંજૂરી આપી હતી, જ્યારે કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ ના પાડી હતી. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા તેની સાથે છે, જ્યારે રોહિત શર્મા પણ પત્ની અને પુત્રી સાથે યુએઈ આવ્યો છે. જો કે સાક્ષી માટે જીવ સાથે બાયો બબલમાં બે મહિના ગાળવાનો કોઈ અર્થ નહોતો અને તેણે પોતે આ વાત કહી દીધી હતી.
સાક્ષીએ કહ્યું કે હું આઈપીએલની મેચ સ્ટેડિયમમાં બેસીને જોવાનું ચૂકતી નથી કારણ કે, હું ટીવી પર મેચ જોઉં છું, પરંતુ મને એમએસની ખૂબ યાદ આવે છે. સાચું કહું તો, મારા અને જીવા માટે બાયો બબલમાં બે મહિનાથી વધુ સમય પસાર કરવો મુશ્કેલ બનત.
આ વર્ષે 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ધોની જલ્દી મનોરંજનની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યો છે. તે અને તેની પત્ની ટૂંક સમયમાં ઓટીટી પ્લેફોર્મ માટે શો પ્રોડ્યુસ કરશે.

