OFF-FIELD

વનડે સીરીઝ પહેલા ભાવુક થઈ વિરાટ કોહલીએ પોસ્ટ કરી આ તસ્વીર

વિરાટ કોહલી 10 જાન્યુઆરીથી ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટૂંકા વિરામ પર હતો અને આ દરમિયાન તેણે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

વિરાટે શ્રીલંકા સામે 10 જાન્યુઆરીથી શરૂ થનારી વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી પહેલા પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથેનો ફોટો શેર કર્યો છે અને કેપ્શન એવું છે કે તે તમારું દિલ જીતી લેશે. વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા દુબઈ ગયો હતો.

ટીમ ઈન્ડિયામાં જોડાતા પહેલા વિરાટ તેની પત્ની અને પુત્રી સાથે વૃંદાવન પણ ગયો હતો. શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝના એક દિવસ પહેલા, તેણે તેની પુત્રી અને પત્ની સાથે એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘રબ્બા બક્ષિયાં તુ ઇન્નાયન મહેરબાનિયાં, હોર તેરેતો કુછ ની મંગદા, બસ તેરા શુક્કર અદા કરદાન.’

વિરાટે જે લખ્યું તેનો અર્થ એ છે કે, હું ફક્ત તમારો આભાર માનું છું. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારી હતી, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. આઈસીસી વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં રમાવાનો છે. વિરાટ શ્રીલંકા સામે પણ જોરદાર પ્રદર્શન કરવા માંગે છે.

Exit mobile version