OFF-FIELD

બેન સ્ટોક્સ પર બની રહેલી ડોક્યુમેન્ટ્રીનું ટ્રેલર લોન્ચ, જાણો ક્યારે રિલીઝ થશે

સ્ટોક્સ પર બની રહેલી ડોક્યુમેન્ટરીનું નામ છે ‘ફોનિક્સ ફ્રોમ ધ એશિઝ’, આ ડોક્યુમેન્ટરી 26 ઓગસ્ટે રિલીઝ થશે. આ ડોક્યુમેન્ટરી છેલ્લા દોઢ વર્ષથી બની રહી હતી.

બેન સ્ટોક્સનું જીવન ખૂબ જ ઉતાર-ચઢાવનું રહ્યું છે અને આ ડોક્યુમેન્ટરી તેના જીવન અને ક્રિકેટ કારકિર્દીના દરેક સંઘર્ષને આવરી લે છે. એમેઝોન પ્રાઇમ વિડિયો સ્પોર્ટ્સ પર રિલીઝ થનારી આ ડોક્યુમેન્ટ્રીનું નામ ‘ફોનિક્સ ફ્રોમ ધ એશિઝ’ છે. ડોક્યુમેન્ટ્રીનું ટ્રેલર ત્રણ મિનિટનું છે અને તેમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ અને સ્ટુઅર્ટ બ્રોડ પણ છે. આ ડોક્યુમેન્ટ્રી 26 ઓગસ્ટે રિલીઝ થશે.

એમેઝોન પ્રાઇમ વિડિયો સ્પોર્ટ્સ પર રિલીઝ થનારી આ ડોક્યુમેન્ટરી છેલ્લા દોઢ વર્ષથી બની રહી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે હતી ત્યારે ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા કેમેરામેન સતત બેન સ્ટોક્સ સાથે હતા. આ ડોક્યુમેન્ટ્રી માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં સ્ટોક્સ સાથે રમી ચૂકેલા ખેલાડીઓ સાથે પણ વાત કરવામાં આવી છે. તેને બનાવવા માટે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ પાસેથી પણ પરવાનગી લેવામાં આવી હતી.

Exit mobile version