અભિનેત્રી ખુશી મુખર્જીએ ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તાજેતરના એક કાર્યક્રમમાં તેને કહ્યું હતું કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતા હતા, પરંતુ હવે તેમની વચ્ચે કોઈ સંપર્ક નથી. ખુશીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ખુશી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઇલ માટે જાણીતી છે. ખુશી રિયાલિટી સિરીઝ MTV સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળી છે.
જ્યારે એક પત્રકારે ખુશીને પૂછ્યું કે શું તે કોઈ ક્રિકેટરને ડેટ કરવા માંગે છે, ત્યારે તેણે કહ્યું કે તેને લિંક-અપ્સ પસંદ નથી. કિડન એન્ટરટેઈનમેન્ટ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં તેણીએ કહ્યું, “હું કોઈ ક્રિકેટરને ડેટ કરવા માંગતી નથી. ઘણા ક્રિકેટરો મારી પાછળ પડ્યા છે. સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતા હતા, પરંતુ હવે અમે વધુ વાત કરતા નથી. મને કોઈની સાથે લિંક કરવામાં પણ રસ નથી કારણ કે મને આવા લિંક-અપ્સ પસંદ નથી.”
આ દરમિયાન, સૂર્યકુમાર યાદવ પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં વ્યસ્ત હોય તેવું લાગે છે. તાજેતરમાં જ તેઓ તેની પત્ની દેવીશા શેટ્ટી સાથે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યો હતો.
