OFF-FIELD

યુજી ચહલ થયો ચિંતિત, લિગામેન્ટ ફાટી જતા પત્ની ધનશ્રી વર્મા હોસ્પિટલમાં દાખલ

ભારતીય સ્પિનર ​​યુજી ચહલ હાલમાં એશિયા કપ 2022 માટે UAEમાં છે. દરમિયાન, તે પણ ચિંતિત દેખાઈ રહ્યો છે કારણ કે તેની પત્ની ધનશ્રી વર્મા હોસ્પિટલમાં દાખલ છે.

ધનશ્રીએ એક પોસ્ટ શેર કરીને ફેન્સને ઘટનાક્રમ વિશે જાણકારી આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે તે ડાન્સ દરમિયાન પડી ગઈ હતી. જેના કારણે તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેનું એક લિગામેન્ટ ફાટી ગયું હતું. જેના માટે તેણે સર્જરી કરાવવી પડી હતી.

ધનશ્રીએ લખ્યું- સફળ સર્જરી થઈ છે. જીવનમાં દરેક આંચકો એ સારા પુનરાગમન માટે સેટઅપ છે. પહેલા કરતા વધુ મજબૂત પાછા આવી રહ્યા છે. કારણ કે ઈશ્વરે તમારા પાછા આવવા માટે આ આયોજન કર્યું છે. પ્રદર્શનમાં સુધારો થશે. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર.

ધનશ્રીની આ પોસ્ટ પર પતિ યુજી ચહલે લખ્યું- પત્ની જલ્દી સ્વસ્થ થાઓ. સૂર્યકુમાર યાદવે પણ તેમને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. જણાવી દઈએ કે ધનશ્રી પણ ટીમ ઈન્ડિયા સાથે દુબઈમાં છે.

Exit mobile version