ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ મહિલા વિકેટકીપર-બેટ્સમેન સારા ટેલરે તેના ચાહકોને મોટા સમાચાર આપ્યા છે. સારાહ ટેલરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તે તેની પાર્ટનર ડાયના સાથે જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા સારા ટેલરે તેની લેસ્બિયન પાર્ટનર ડાયનાની પ્રેગ્નન્સીની પણ જાહેરાત કરી છે. આ સાથે તેણે સોનોગ્રાફીની તસવીર પણ શેર કરી છે.
2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સારા ટેલરે પોસ્ટ શેર કરતાં લખ્યું કે, “મા બનવું એ હંમેશાથી મારા જીવનસાથીનું સપનું રહ્યું છે. આ પ્રવાસ એક રીતે સરળ ન હતો, પરંતુ ડાયનાએ ક્યારેય હાર માની નહીં. હું જાણું છું કે તે શ્રેષ્ઠ માતા બનાવશે અને હું તેનો ભાગ બનીને ખુશ છું. 19 અઠવાડિયા બાકી છે અને જીવન સંપૂર્ણપણે અલગ હશે. મને તારા પર ગર્વ છે.”
2019માં, ટેલરે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને ટાંકીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. તેણે ઈંગ્લેન્ડ માટે 126 વનડેમાં સાત સદી અને 20 અડધી સદી ફટકારી છે. તેણે 90 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2177 રન બનાવ્યા છે. તેણે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે અને 10 મેચમાં 330 રન બનાવ્યા છે.
સારા ટેલર ઈંગ્લેન્ડની સફળ ક્રિકેટરોમાંથી એક રહી છે. આ ક્રિકેટર ત્રણ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ટેલરની હાજરીમાં ટીમે 2009, 2017માં વર્લ્ડ કપ અને 2009માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
Being a mother has always been my partner's dream. The journey hasn't been an easy one but Diana has never given up. I know she will be the best mum and I'm so happy to be a part of it x
19 weeks to go and life will be very different ! 🤍🌈 pic.twitter.com/9bvwK1Yf1e
— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2023