પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી ભલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોય પરંતુ તે હંમેશા કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. આ દરમિયાન ફરી એકવાર શાહિદ આફ્રિદીએ એવું કામ કર્યું છે કે તે ફરી ચર્ચામાં આવી ગયો છે. શાહિદ આફ્રિદીને લાહોરથી કરાચી જતી વખતે મોટરવે પર ઓવરસ્પીડ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
હાઇવે પર ઝડપ મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ મોટરવે પોલીસે સ્ટાર ક્રિકેટરને 1,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પૂર્વ કેપ્ટને મોટરવે પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે કાયદો બધા માટે સમાન છે. શાહિદ આફ્રિદીએ મોટરવે પોલીસ કર્મચારીઓ સાથે સેલ્ફી પણ લીધી હતી.
સ્ટાર ઓલરાઉન્ડરે 1996માં કેન્યા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. આફ્રિદીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ માટે મેચ-વિનિંગ પ્રદર્શન કર્યું હતું અને 2009માં પાકિસ્તાનને T20 ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના આંકડા વિશે વાત કરીએ તો, જમણા હાથના બેટ્સમેને 27 ટેસ્ટ મેચોમાં 1,716 રન બનાવ્યા છે. જો કે, તે સફેદ બોલના ફોર્મેટમાં વધુ ખતરનાક બેટ્સમેન હતો. આ અનુભવી બેટ્સમેને 98 ODI રમી અને 8064 રન બનાવ્યા. T20I માં, તેણે 99 મેચોમાં 1,416 રન બનાવ્યા. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, આફ્રિદીએ ટેસ્ટમાં 48, વનડેમાં 395 અને T20માં 98 વિકેટ ઝડપી હતી.
View this post on Instagram