ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને T20 વર્લ્ડ કપ વર્ષ 2024માં ગૂગલની ટ્રેન્ડિંગ સર્ચની યાદીમાં ટોચ પર છે. ગૂગલે વર્ષ 2024માં ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની યાદી બહાર પાડી છે, જેમાં ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ સામેલ છે.
2024માં Googleના ટોચના શબ્દોની સૂચિ અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટોચ પર છે, તે લગભગ દર વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવતા શબ્દોમાં આવે છે. આ સિવાય T-20 વર્લ્ડ કપ પણ આ લિસ્ટમાં ટોપ પર છે. ભારતે આ વર્ષે T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વર્ષે પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યો હતો. વર્ષની શરૂઆતમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે હાર્દિક પંડ્યાને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. અંગત જીવનમાં પણ તેણે પત્ની નતાશાથી છૂટાછેડા લીધા હતા, જેના કારણે તેને આ વર્ષે ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટ પણ સર્ચ લિસ્ટમાં રહી:
– ભારત વિ ઈંગ્લેન્ડ
– ભારત વિ બાંગ્લાદેશ
– ભારત વિ ઝિમ્બાબ્વે
– શ્રીલંકા વિ. ભારત
– ભારત વિ અફઘાનિસ્તાન
આ વર્ષે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો છે. વિરાટ કોહલીએ પોતાના પુત્રનું નામ અકાય રાખ્યું છે, જેની જાહેરાત તેણે પોતે સોશિયલ મીડિયા પર કરી છે.