ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા હરભજન સિંહે બુધવારે જલંધર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હરભજન સિંહ પર તેના વિરોધ પક્ષોએ પૂર પીડિતોની મદદ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો હિસ્સો રહેલા હરભજન સિંહ આમ આદમી પાર્ટી વતી પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. પૂર દરમિયાન પણ વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેમની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભજ્જીએ જવાબ આપ્યો કે તે પૂર પહેલા જ વિદેશમાં હતો. તેણે કહ્યું કે જો તે અહીં હોત તો મદદ માટે પહેલા પહોંચી ગયો હોત.
સ્વયંસેવકોની સાથે ભજ્જીએ ટ્રકમાંથી રેતીની થેલીઓ ઉતારી હતી. તેણે કહ્યું, “હું આપત્તિના સમયે પણ રાજકારણના સ્તરે આશ્ચર્યચકિત છું. આ સમય છે કે આપણે બધાએ હાથ મિલાવવાની અને ગરીબ લાચાર ગ્રામવાસીઓના જીવનને ફરીથી બનાવવામાં મદદ કરવાની જરૂર છે.”
Harbhajan Singh distributed foods to flood-hit people in Jalandhar 🫡#Cricket #Jalandhar #HarbhajanSingh pic.twitter.com/BDiz4Qj48k
— InsideSport (@InsideSportIND) July 20, 2023
આ સિવાય હરભજન સિંહે કેન્દ્ર સરકારને ચોમાસા સત્ર દરમિયાન પૂર પ્રભાવિત વિસ્તારો માટે વિશેષ પેકેજની માંગ ઉઠાવવા પણ કહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ પંજાબને પૂરથી થયેલા નુકસાન માટે વળતર આપવાની માંગ ઉઠાવશે.