OFF-FIELD

સુષ્મિતા સાથે ગેમ રમતો દેખાયો મોદી, પહેલા બેટર હાફ પછી ગર્લફ્રેન્ડ કહ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રથમ અધ્યક્ષ લલિત મોદીએ બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પોતાના પ્રેમની જાણ દુનિયાને કરી હતી.

લલિત મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા દુનિયાને આ વાત કહી. લલિત મોદીએ શેર કરેલી તસવીરો અલગ-અલગ સમયની છે, જેના કારણે સ્પષ્ટ છે કે આ બંને વચ્ચે પહેલા પણ કંઈક હતું, પરંતુ હવે તેમણે ખુલ્લેઆમ જાહેરાત કરી છે.

લલિત મોદીએ શેર કરેલી પહેલી તસવીરમાં લખ્યું કે અમે માલદીવના પ્રવાસ બાદ પરિવાર સાથે લંડન પાછા આવ્યા છીએ. આ ટ્વીટમાં તેણે સુષ્મિતા સેનને બેટર હાફ ગણાવી હતી.

આ પછી લલિત મોદીએ બીજું ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું કે હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે હું અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. અમે હજી લગ્ન નથી કર્યા, પરંતુ એક દિવસ આ પણ થશે.

તમને જણાવી દઈએ કે 46 વર્ષની સુષ્મિતા સેન મિસ યુનિવર્સ રહી ચૂકી છે. વર્ષ 1994માં તેણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. 18 વર્ષની ઉંમરે તેણે આ પદવી મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. આ ટાઇટલ જીત્યા બાદ તેને બોલિવૂડમાં કામ કરવાની તક મળી. આ પછી તેણે બીબી નંબર વન, કેવલ તુમ, અખિલ, આંખ, મેં હૂં ના, મૈને પ્યાર ક્યૂં કિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Exit mobile version