OFF-FIELD

ક્રાઇસ્ટચર્ચ પહોંચતાની સાથે ટીમ ઇન્ડિયા નિકડી શહેરની ગલીઓમાં

શિખર ધવનના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા સોમવારે ક્રાઈસ્ટચર્ચ પહોંચી ગઈ છે. જે બાદ બુધવારે અહીં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે રમાશે.

જ્યારે આ પહેલા બંને ટીમો વચ્ચે રમાયેલી બીજી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 1-0થી આગળ છે, ત્યારે ટીમ ઈન્ડિયાને શ્રેણી 1-1થી બરાબર કરવા માટે ત્રીજી મેચ જીતવી પડશે. હાલમાં ટીમ ઈન્ડિયા ક્રાઈસ્ટચર્ચ પહોંચીને રજાનો આનંદ માણી રહી છે.

આ દરમિયાન વોશિંગ્ટન સુંદર, શ્રેયર અય્યર અને યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવને તેમના ઈન્સ્ટાગ્રામ પરથી તસવીરો શેર કરી હતી. જેમાં બધા આઉટિંગ કરતા જોવા મળે છે. સાથે જ સૂર્યકુમાર યાદવે તેની પત્ની દેવીશા સાથેની તસવીર શેર કરી છે.

દરમિયાન, ભારતનો ODI કેપ્ટન શિખર ધવન ક્રાઈસ્ટચર્ચની ફ્લાઈટમાં સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ઓલરાઉન્ડર દીપક હુડા સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો. બીજી પોસ્ટમાં, ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર મુંબઈના સાથી ખેલાડી શ્રેયસ અય્યર સાથે હળવા અને મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યો હતો.

Exit mobile version