OFF-FIELD

BCCI સાથે દગો કરવા બદલ જય શાહે અર્શદીપને આપી જોરદાર સજા

BCCI: ટીમ ઈન્ડિયા આગામી જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થવાની છે. જ્યાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. આ પ્રવાસ 12મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. તે પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટેસ્ટ અને ODI માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટીમના ડેથ સ્પેશિયાલિસ્ટ બોલર અર્શદીપ સિંહની અવગણના કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર આ કારણસર અર્શદીપને બીસીસીઆઈ દ્વારા પસંદ કરવામાં આવ્યો ન હતો.

અર્શદીપ સિંહની આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી વનડે અને ટેસ્ટ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી.તે આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે જ્યાં તેણે કેન્ટ માટે કાઉન્ટી ડેબ્યૂ કર્યું હતું. આ જ કારણ હોઈ શકે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને ટેસ્ટ અને ODI માટે 15 સભ્યોની ટીમમાં સામેલ ન કર્યો. જો કે ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 5 T20 ઈન્ટરનેશનલ મેચોની સીરીઝ રમાવાની છે. જેમાં અર્શદીપ સિંહ રમતા જોવા મળી શકે છે.

Exit mobile version