OFF-FIELD

ઇંગ્લૈંડમાં આથિયા શેટ્ટી સાથેનો કેએલ રાહુલનો ફોટો સામે આવ્યો, હવે નક્કી લગ્ન પાકું

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થવાની છે….

 

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઇશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જે એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં ઇશાંત ઉપરાંત પ્રતિમા, કેએલ રાહુલ, આથિયા શેટ્ટી અને રાજલ અરોરા જોવા મળી રહ્યા છે. ઇશાંત અને કેએલ રાહુલ ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે, જ્યાં મોટાભાગના ક્રિકેટરો તેમના પરિવાર સાથે ગયા છે. આથિયા શેટ્ટી સાથે રાહુલનો આ પહેલો ફોટો છે. જ્યારે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે ત્યારથી સતત ચર્ચા થઈ રહી છે કે આથિયા પણ રાહુલ સાથે આ ટૂર પર ગયા છે. તાજેતરમાં જ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેણે આથિયા શેટ્ટીને ફોટો ક્રેડિટ આપી હતી.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના અફેરના સમાચારો ઘણા વખત આવ્યા છે. સ્ટેચ્યુના આ ફોટા ઉપર રાહુલે હાર્ટ ઇમોટીકન બનાવ્યું છે. રાજલ વિશે વાત કરીએ તો તે બીસીસીઆઈ ટીવીની સિનિયર નિર્માતા છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નોટિંગહામમાં રમાવાની છે.

Exit mobile version