OFF-FIELD

કોહલી અને અનુષ્કા કૃષ્ણ દાસ કીર્તનમાં ભજન સાંભળવા લંડનમાં દેખાયા

Pic- Free Press Journal

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ લંડનમાં વેકેશન મનાવી રહ્યા છે જ્યારે કેટલાક ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયા આવતા મહિને જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, આ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે.

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી WTC ફાઈનલ બાદ લંડનમાં છે અને પત્ની અનુષ્કા શર્મા સાથે સમય વિતાવી રહ્યો છે. હાલમાં જ બંને લંડનમાં કૃષ્ણદાસ કિર્તન શો માણતા જોવા મળ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ધાર્મિક સ્થળો અને તીર્થસ્થળોની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. કોહલી અને અનુષ્કા 2023ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની હોમ ટેસ્ટ શ્રેણી દરમિયાન વૃંદાવન (નીબ કરોલી બાબાનો આશ્રમ) અને ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. તે સમયે બંનેની ઘણી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા.

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની બંને ઈનિંગ્સમાં બેટથી ફ્લોપ રહ્યો હતો. બીજી ઇનિંગમાં લાગી રહ્યું હતું કે કોહલી મોટી ઇનિંગ રમશે પરંતુ 49 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. કોહલીની વિકેટ પડતાની સાથે જ ભારતીય ટીમ બીજા દાવમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 209 રનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.

IPL 2023 વિરાટ કોહલી માટે શાનદાર રહ્યું પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરતા જ બેટ શાંત પડી ગયું. WTC ફાઇનલમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોહલીની સામે હવે વેસ્ટ ઇન્ડિઝનો પડકાર છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 રમશે. ભારતનો આ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે.

Exit mobile version