OFF-FIELD

યુવરાજ સિંહ અને હેઝલના ઘરે ‘લિટલ એન્જલ’ આવી, જુઓ ફોટો

pic- free press journal

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિનેત્રી હેઝલ કીચે તેમના ઘરે એક નાનકડી દેવદૂતનું સ્વાગત કર્યું છે. યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે દીકરીને જન્મ આપ્યો છે.

યુવરાજ સિંહે ટ્વિટર દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી છે. આ પહેલા હેઝલે 26 જાન્યુઆરી 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો અને ક્રિકેટર યુવરાજ સિંહે ટ્વિટર દ્વારા તેના ફેન્સને આ જાણકારી આપી હતી. યુવરાજ અને હેઝલે 12 નવેમ્બર 2015ના રોજ એકબીજા સાથે સગાઈ કરી હતી અને ત્યારબાદ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.

સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહે લખ્યું, ‘આટલી બધી નિંદ્રાહીન રાતો અમારી નાની રાજકુમારીની રાહ જોઈ રહી છે અને ઓરા પરિવારને પૂર્ણ કરે છે.’

Exit mobile version