ભારતમાં ક્રિકેટ અને રાજકારણનો જૂનો સંબંધ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઘણા એવા ખેલાડીઓ છે જેઓ ક્રિકેટ બાદ રાજકારણના મેદાનમાં પોતાની બીજી ઇનિંગ રમી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ સામેલ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના રાજકારણમાં જોડાવાના અહેવાલ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દાદા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ત્રિમૂલ કોંગ્રેસ (TMC) તરફથી આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે.
સૌરવ ગાંગુલી લોકસભા ચૂંટણી લડવાના સમાચાર મીડિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલી લગભગ અડધો કલાક સુધી સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. આ બેઠક લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા થઈ હતી. જો કે, ગાંગુલીએ એવો સંકેત આપ્યો નથી કે તે રાજકારણમાં જોડાશે કે નહીં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગાંગુલી ઈન્વેસ્ટર્સ સમિટ માટે મમતા બેનર્જી સાથે સ્પેન ગયા હતા. એવી અટકળો હતી કે તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે પરંતુ તેમણે તેનો ઈન્કાર કરી દીધો હતો.મે લોકસભાની ચૂંટણી લડી શકે છે.
સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પરંતુ ગયા વર્ષે તેમને પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે ભાજપ તેમને વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રાજકારણમાં લાવવા માંગે છે. પરંતુ દાદાએ આ માટે ના પાડી દીધી હતી.
