ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો વર્ષની શરૂઆતમાં જ ભયાનક અકસ્માત થયો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. રિષભ પંતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આ બદમાશોએ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત સાથે 1.50 કરોડની છેતરપિંડી કરી હતી. આ સાથે આ શાતિર આરોપીએ પોતાને ચંદીગઢનો ADGP અને ટ્રાવેલ એજન્ટ બનાવ્યો હતો. તેમજ આશરે 6 લાખની છેતરપિંડી કરી હતી. પંજાબની મોહાલી પોલીસે આ ઠગની ધરપકડ કરી છે.આવો જાણીએ સમગ્ર ઘટના.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ઋષભ પંત સાથે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે ઠગની ધરપકડ કરી છે. રિષભ પંત પાસેથી પૈસા પડાવનાર આ ઠગનું નામ મૃણાંક છે. હરિયાણાના ફરીદાબાદમાં રહેતા આ ઠગ અને તેના સાથી રાઘવએ મળીને સ્ટાર ક્રિકેટર સાથે છેતરપિંડી કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસે બંનેની ધરપકડ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. જ્યારે પોલીસે આ ગુંડાની પૂછપરછ કરી તો તેણે ખુલાસો કર્યો કે તે શા માટે આવી ઘટનાઓને અંજામ આપતો હતો. ગુંડાએ પોલીસને જણાવ્યું હતું કે તે લક્ઝરી ખાતર આ ઘટનાઓને અંજામ આપતો હતો.