આઈપીએલ 2022 સમાપ્ત થયાને થોડા દિવસો જ થયા છે. આઈપીએલના વિસ્ફોટક ઓલરાઉન્ડરે હાલમાં જ એક મર્સિડીઝ કાર ખરીદી છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ આ કાર પોતાને ગિફ્ટ કરી છે. આ ખેલાડી તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. IPLની આ સિઝનમાં પણ આ ખેલાડીના બેટથી ઘણા રન જોવા મળ્યા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો ભાગ રહેલા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે પોતાને એક તદ્દન નવી કાર ભેટમાં આપી છે. IPL બાદ આરામ કરી રહેલા રસેલે મર્સિડીઝ બેન્ઝ AMG GT સ્પોર્ટ્સ કાર ખરીદી છે. રસેલે આ નવી કાર સાથેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે આ વીડિયો સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
રસેલે પોતાને ગિફ્ટ કરવા માટે આ કાર ખરીદી છે. કાર સાથેનો વીડિયો શેર કરતા રસેલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘હું હંમેશા મોટા સપના જોઉં છું! પરંતુ સખત મહેનત અને સમર્પણ સાથે, આ સપના પણ વાસ્તવિકતામાં ફેરવાય છે. રસેલની આ પોસ્ટ પર ક્રિસ ગેલ, સૂર્યકુમાર યાદવ, તબરેઝ શમ્સી, ડેરેન સેમીએ જવાબ આપતાં અભિનંદન પાઠવ્યા છે.
View this post on Instagram