એશિયા કપ 2022 માટે ક્રિકેટ કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરાયેલા પૂર્વ ટીમ ઈન્ડિયા ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને બુધવારે મુંબઈ એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે તે મુંબઈથી દુબઈ જઈ રહ્યો હતો.
ઈરફાને સોશિયલ મીડિયા પર આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. હકીકતમાં, પૂર્વ ઓલરાઉન્ડર પઠાણ એશિયા કપ 2022 માટે તેની પત્ની અને બાળકો સાથે મુંબઈથી દુબઈ જઈ રહ્યો હતો. પરંતુ એરપોર્ટ પર વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર તેને લગભગ દોઢ કલાક સુધી પત્ની અને બાળકો સાથે ઊભા રહેવું પડ્યું હતું.
અનુભવી ઓલરાઉન્ડરે ટ્વિટર પર લખ્યું, ‘આજે (બુધવાર) હું વિસ્તારા ફ્લાઇટ UK-201માં મુંબઈથી દુબઈ જઈ રહ્યો હતો. ચેક ઇન કાઉન્ટર પર મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. વિસ્તારાએ મારી કન્ફર્મ ટિકિટ સાથે ચેડાં કર્યા. આ સમસ્યાના ઉકેલ માટે મારે કાઉન્ટર પર લગભગ દોઢ કલાક રાહ જોવી પડી હતી. મારી સાથે મારી પત્ની, આઠ મહિનાનું બાળક અને પાંચ વર્ષનું બાળક હતું.
Hope you notice and rectify @airvistara pic.twitter.com/IaR0nb74Cb
— Irfan Pathan (@IrfanPathan) August 24, 2022
તેણે આગળ લખ્યું કે, ગ્રાઉન્ડ સ્ટાફનું વર્તન પણ ખૂબ જ અસંસ્કારી હતું અને તે ઘણા બહાના કરી રહ્યો હતો. મારા સિવાય અન્ય ઘણા મુસાફરોને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હું સંબંધિત સત્તાધિકારીને આ બાબતે વહેલી તકે પગલાં લેવા વિનંતી કરવા માંગુ છું જેથી કરીને ફરી કોઈને આવી સમસ્યાઓનો સામનો કરવો ન પડે.