આજે ધોનીનો જન્મદિવસ છે અને સુરેશ રૈના કંઈપણ પોસ્ટ કરતો નથી, એવું ન થઈ શકે. હા, ફરી એકવાર મિસ્ટર IPLએ ધોની માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
સુરેશને ધોની પ્રત્યે ઘણો લગાવ છે, ટીમ ઈન્ડિયાથી લઈને આઈપીએલની ચેન્નાઈ ટીમ સુધી, ધોની અને રૈના ઘણા વર્ષો સુધી સાથે રમ્યા. તેમજ સુરેશ રૈના દરેક વખતે ધોનીને પોતાનો મોટો ભાઈ કહે છે.
ધોનીના જન્મદિવસે સુરેશ રૈના ભાવુક થઈ ગયો. રૈનાએ માહી વિશેની રીલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. આ રીલમાં રૈનાએ ધોની સાથે ઘણી તસવીરો અને વીડિયો મૂક્યા છે. સાથે જ કેપ્શન દ્વારા ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
IPL 14માં ભલે સુરેશ રૈનાને CSK દ્વારા ખરીદાયો નથી, પરંતુ તેમ છતાં રૈનાએ ક્યારેય ચેન્નાઈની ટીમની ટીકા કરી નથી અને આ વખતે IPLમાં કોમેન્ટ્રી દરમિયાન તેણે CSKની સાથે ધોનીની પણ પ્રશંસા કરી હતી.

