બોલિવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ છે અને લોકો તેમના દિવાના છે, પરંતુ માત્ર ફિલ્મોમાં જ નહીં, હવે ક્રિકેટમાં પણ એકથી વધુ સુંદર ખેલાડી જોવા મળે છે. જો ભારતની વાત કરીએ તો ઓપનર સ્મૃતિ મંધાનાની સુંદરતાના પણ લોકો દિવાના છે.
ત્યારે ઘણા લોકોને લાગે છે કે, હવે નેપાળની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ઈન્દુ બર્મા સુંદરતાના મામલે સ્મૃતિને ટક્કર આપતી જોવા મળી રહી છે અને તેને જોયા બાદ લોકો તેના દિવાના બની રહ્યા છે.
ઈન્દુ બર્મા તેની સ્પોર્ટ્સ ઉપરાંત તેની સુંદરતાના કારણે ઘણી વાર સમાચારોમાં રહે છે અને લોકો તેની ગ્લેમરસ સ્ટાઈલના દીવાના છે. જો આપણે બર્માની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની ફેશનને કારણે હેડલાઈન્સમાં રહે છે.
હાલમાં તે 26 વર્ષની છે અને પોતાના દેશની કેપ્ટનશીપ કરી રહી છે. હકીકતમાં, તે તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી જ્યારે શ્રીલંકા દ્વારા મહિલા એશિયા કપ T-20 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટૂર્નામેન્ટ દરમિયાન તેણે ભારતની યાદમાં એક પ્રતિમા ભેટમાં આપી હતી.

