ન્યુઝીલેન્ડના ક્રિકેટર જીમી નિશમે લગ્ન કરી લીધા છે. નિશમને આગલા દિવસે ઓસ્ટ્રેલિયન બિગ બેશ ટ્વેન્ટી20 લીગ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. 32 વર્ષીય નીશમે ભૂતપૂર્વ વાઇકાટો-બીઓપી મેજિક નેટબોલર એલેક્સ મેકલિયોડ-સ્મિથ સાથે લગ્ન કર્યા છે.
પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પત્ની સાથેની તસવીર પોસ્ટ કરતાં નીશમે લખ્યું- વીકેન્ડમાં અમુક કામ પૂરું થયું. આટલું જ નહીં ન્યૂઝીલેન્ડના ક્રિકેટર અને નીશમે લોકી ફર્ગ્યુસનની સાથે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરીને કપલને અભિનંદન પણ પાઠવ્યા હતા.
જણાવી દઈએ કે નીશમનો ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સાથે કોઈ કરાર નથી, તેથી તે મહિનાના અંતમાં શરૂ થનારી T20 સુપર સ્મેશમાં દેખાઈ શકે છે. નીશમ ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ તરફથી પણ રમ્યો હતો. IPLની હરાજી દરમિયાન પણ તેના પર નજર રાખવામાં આવશે. તેણે કેન વિલિયમસન અને એડમ મિલ્નેની સાથે હરાજીમાં બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ રાખી છે.
જો કે, બિગ બેશમાં તેની નવી ઈનિંગ્સ અંગે નીશમે કહ્યું કે હું આ વર્ષે પહેલીવાર બિગ બેશમાં સામેલ થવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
View this post on Instagram