OFF-FIELD

લો હવે ડેવિડ વોર્નર બન્યો ‘રાજકુમાર બાલા’, નાચ્યો બાલા- બાલા ગીત પર

તે અક્ષય કુમારની મૂવી Housefull 4નું લોકપ્રિય ગીત બાલા- બાલા ડાંસ કરતો નજર આવે છે.

ડેવિડ વોર્નર આ સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ સક્રિય ક્રિકેટર માનો એક. આ લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયાન બેટ્સમેને તેના ચાહકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી નથી. વોર્નર સતત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોજ ને રોજ ટિકટોક વીડિયો શેર કરી રહ્યો છે.

ત્યારે આજ ડેવિડે દિવસમાં 2 ટીક ટોક વિડિયો બનાયા છે. જેમાં એક વિડિયોમાં તે અક્ષય કુમારની મૂવી Housefull 4નું લોકપ્રિય ગીત બાલા- બાલા ડાંસ કરતો નજર આવે છે. તો બીજા વિડિયોમાં તે તેની માતા લોરેન વોર્નર અને તેના પરિવારની સાથે સાથે ‘કેળાના ડ્રોપ’ વીડિયોમાં પહેલી વાર જોવા મળી.

 

અઠવાડિયાની શરૂઆતમાં, ડેવિડ વોર્નરે તેની પત્ની સાથે એક ટિકટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જ્યાં બંને તેલુગુ ગીત “પક્કા લોકલ” પર નૃત્ય કરી રહ્યા હતા, જેમાં લોકપ્રિય અભિનેતા જુનિયર એનટીઆર છે.

Exit mobile version