પાકિસ્તાન ટીમના ઓપનર ઈમામ ઉલ હક ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ફરી એકવાર તેની ખાનગી ચેટ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે. આ ચેટમાં તે એક મહિલા સાથે વાત કરતો જોવા મળે છે.
આ આખો મામલો તેમના લગ્ન પહેલા જ સામે આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. ઇમામના લગ્ન 25 નવેમ્બરના રોજ થવા જઇ રહ્યા છે અને તે પહેલા આ ડાબા હાથના બેટ્સમેનની ચેટ લીકનો મુદ્દો જોર પકડ્યો છે.
27 વર્ષીય ઇમામ-ઉલ-હકના નિકાહ સમારોહ શનિવારે થશે અને એક દિવસ પછી તેમનું રિસેપ્શન યોજાશે. ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ICC ODI વર્લ્ડ કપ 2023માં તે પાકિસ્તાનની ટીમનો ભાગ હતો, જ્યાં ટીમ લીગ તબક્કામાં બહાર થઈ ગઈ હતી. ઇમામને 6 ઇનિંગ્સમાં તક મળી, પરંતુ તે એક અડધી સદી સાથે માત્ર 162 રન જ બનાવી શક્યો. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
2019માં એક મહિલાએ ઈમામ પર તેની સાથે અને અન્ય ઘણી મહિલાઓ સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યા પછી ઈમામની સાથે આવું બનવાની આ બીજી ઘટના છે. તેણે પોતાની અને ઇમામ વચ્ચેની વોટ્સએપ ચેટ પણ સોશિયલ મીડિયા પર લીક કરી હતી. ત્યારે મહિલાએ દાવો કર્યો હતો કે ઈમામ ઉલ હક સાથેની ઘટનાઓ 6 મહિનાના સમયગાળામાં બની હતી, જેમાં ઈંગ્લેન્ડમાં 2019નો વર્લ્ડ કપ પણ સામેલ હતો. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચેરમેન ઝકા અશરફે પણ બાબર આઝમની ચેટ ટીવી પર લીક કરી હતી. આને લઈને ઘણો હોબાળો થયો હતો, કારણ કે તે ટીમનો કેપ્ટન હતો. જોકે હવે તે ટીમનો કેપ્ટન નથી. તેને ત્રણેય ફોર્મેટમાં માત્ર બેટ્સમેન તરીકે તક મળશે.
Pakistani Imam ul haq’s private chats have been leaked, this is the second instance of this happening with similar kind of chats. Looks like imam has some next level Tharak pic.twitter.com/mfZ88cseSH
— BALA (@rightarmleftist) November 20, 2023